રેડિયો એક્ટિવિટીના જુદા-જુદા એકમો જણાવી તેમને વ્યાખ્યાયિત કરો.
રેડિયો ઍક્ટિવિટીના શોધક હેગ્રી બેકવેરલની યાદમાં ઍક્ટિવિટીનો $SI$ એકમ બંકવેરલ $(B$ $q$ ) છે.
$(i)$ "જે રેડિયો ઍક્ટિવ નમૂનામાં પ્રત્યેક સેકન્ડમાં એક વિભંજન થાય તે નમૂનાની ઍક્ટિવિટી એક બેકવેરલ $(B$ $q$ ) કહેવાય છે."
$\therefore 1 B q=1$ વિભંજન/સેકન્ડ
$(ii)$ ક્યૂરી એકમ : જે રેડિયો એક્ટિવ નમૂનામાં પ્રત્યેક સેકન્ડમાં $3.7 \times 10^{10}$ વિભંજન થાય તે નમૂનાની એક્ટિવિટી એક ક્યુરી $( C i)$ કહેવાય છે.
$\therefore 1 C i=3.7 \times 10^{10}$ વિભંજન/સેકન્ડ
વ્યવહારમાં તેના નાના એકમો વપરાય છે.
$1 mCi =3.7 \times 10^{7}$ વિભંજન/સેકન્ડ $=10^{-3} Ci$
$1 \mu C i=3.7 \times 10^{4}$ વિભંજન/સેકન્ડ $=10^{-6} C i$
ક્યૂરી એકમ એ જૂનો પ્રાયોગિક એકમ છે.
$(iii)$ રધરફર્ડ એકમ : જે રેડિયો એક્ટિવ નમૂનામાં પ્રત્યેક સેકન્ડે $10^{6}$ (દસ લાખ) ન્યુક્લિયસનું વિભંજન થાય તો તે નમૂનાની એક્ટિવિટીને એક રધરફર્ડ $(rd)$એક્ટિવિટી કહે છે.
$\therefore 1 rd =10^{6}$ વિભંજન/સેકન્ડ
રેડિયો એક્ટિવ સ્ત્રોતને નિયમિત વિદ્યુત ક્ષેત્રમાં રાખેલ છે અને $\alpha, \beta$ અને $\gamma$ - કણો ઉત્સર્જાય તો $\alpha, \beta, \gamma$ અનુક્રમે.......
આપેલ ક્ષણે, $t= 0$, બે રેડિયોએક્ટિવ દ્રવ્યો $A$ અને $B$ ની એકિટવિટી સમાન છે. $t$ સમય બાદ તેમની એક્ટિવિટીઓનો ગુણોત્તર $\frac{R_B}{R_A}$ સમય $t$ સાથે $e^{-3t}$ વડે ક્ષય પામે છે. જો $A$ નો અર્ધઆયુષ્યકાળ $In2$ છે, તો $B$ નો અર્ધઆયુષ્યકાળ ________ હશે.
જીવીત કાર્બન ધરાવતા દ્રવ્યના સામાન્ય એક્ટિવીટી $15$ ક્ષય/મિનિટ કાર્બન $ -14$ ના દર એક ગ્રામે મળે છે. એક્ટિવીટી $ 9$ ક્ષય/મિનિટ કાર્બન $14-$ ના દર એક ગ્રામે મળે છે. તો $ C^{14}$ ના અર્ધ આયુષ્ય પરથી ઈન્ડસ વેલી સભ્યતાનું આયુષ્ય શોધો.
$ ^{66}Cu $ નો $ \frac{7}{8} $ મો ભાગ વિભંજન થતાં $15$ મિનિટ લાગે છે,તો અર્ધઆયુ સમય કેટલા ........$min$ હશે?
એક રેડીયો એકટીવ નમૂનો $15$ મીનીટમાં તેના મૂળ જથ્થા કરતાં $\frac{7}{8}$ માં ભાગનો ક્ષય પામે છે. નમૂનાની અર્ધઆયુ $...........$ હશે.